અમેરિકામાં તો દરેક સાથે આ રીતનું જ ચેકિંગ થાય છે તેમ કહીને મોટાભાગના આપણાં છાપાઓમાં અમેરિકા થી અંજાઈ ગયેલા વાયડાઓ વાતવાતમાં અમેરિકન સેલીબ્રીટીઓના દાખલા આપે છે તેનાથી એમ ના માની લેવાય કે અમેરિકા જે કરે તે બધું યોગ્ય જ છે, વારે તેહવારે અમેરિકા દોડી જવા માટે તત્પર રેહતા બોલીવુડના કોઈ પણ આલીયામાલીયાઓનું દેશની તરક્કીમાં એવું કોઈ યોગદાન નથી કે જેના થી મારો દેશ ગર્વ લઇ શકે. અમેરિકાના કોઈ પણ એરપોર્ટ પર શાહરૂખનું કે બોલીવુડ ની કોઈ પણ સેલીબ્રીટી નું થતું ઘનિષ્ઠ ચેકિંગ એ આપણાં સમગ્ર દેશના અપમાનનો મુદ્દો હરગીઝ નથી, (આદરણીય કલામ સાહેબ સાથે નું વર્તન બેશક અમેરિકન એરલાઈન્સ ની આડોડાઈ હતી ) સવાલ ચેકિંગ કેમ કર્યું એ નથી, યુ.એસ. ના લો મુજબ એમની મરજી પડે તો કલાકોના કલાકો ઝડતી લેવાનો એમને અબાધિત અધિકાર છે. પરંતુ એનો મતલબ એવો તો નથી થઇ જતો ને કે ભારત આવતો એમનો દરેક અમેરિકન તો દુધે ધોયેલો જ હોય છે, એ બાબત ની ચોક્કસ નોંધ લેવી રહી કે જે રીતે યુ.એસ. ને ત્રાસવાદ નો ખતરો છે તે જ રીતે આપણાં દેશને પણ ત્રાસવાદ નો ખતરો છે જ. દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ ભારત પણ કોઈ ” બોડી બામણી નું ખેતર ” તો નથી જ ને . જો આપણામાં પણ થોડું-ઘણું સ્વાભિમાન કે દેશદાઝ જેવું હોય તો આપણે પણ ભારત આવતી અમેરિકન સેલીબ્રીટી કે નેતાઓ આગળ લટુડા-પટુડા કરવાને બદલે ” રૂટીન ચેકિંગ” નું બહાનું કરી એમને પણ એકાદ વાર એરપોર્ટ પર નાગા કરવા જેવા છે, સવાલ બદલાનો નહિ પણ તુંડમીજાજી અમેરિકન ઓફિસરોની શાન ઠેકાણે લાવવાનો છે. પાંચ રૂપિયા ના બે તિરંગા લઇ ગાડી ના ડેશબોર્ડ મૂકી દેવા માત્ર થી દેશ માટે ખુમારી પેદા નથી થતી , દેશ માટે રીયલ ઝનૂન જોઈએ ( જે આપણે ખોઈ બેઠા છીએ ) વિદેશ અભ્યાસ માટે ગયેલા આપણાં બાબલાઓએ પણ ત્યાં હુમલા થાય કે માર પડે તો ભારત તરફ મોં ફેરવી ભેંકડા તાણવાને બદલે વળતા હુમલા કરીને ત્યાને ત્યાંજ હુમલાખોરોનો હિસાબ ચૂકતે કરી દેવો જોઈએ , કારણકે આમ પણ આપણે આપણાં દેશમાં છાશવારે થતાં રમખાણો માં આપણાં ભાંડુંઓનો હિસાબ ચૂકતે કરવા માં પણ શુરા જ છીએને.
વાળ ઓળવા વિશે
-
જેમ કેટલાંક સરનામાં કેવળ સરનામાં નહીં, સત્તાકેન્દ્ર હોય છે, તેમ કેટલીક
ક્રિયાઓ ફક્ત ક્રિયાઓ નહીં, પુખ્તતાસૂચક કસોટી હોય છે. પોતાના વાળ જાતે ઓળવા
તે એવી જ...
No comments:
Post a Comment